માળીયા હાઇવે ઉપર દેવ સોલ્ટ નજીક બનેલ બનાવ મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગઈકાલે ભારે પવન ફૂંકાવાને કારણે બાઈક ઉપર જઈ રહેલા મોરબીના વિશિપરામાં રહેતા રફીકભાઈ હુસેનભાઈ જેડા નામના યુવાને બેલેન્સ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે ટકરાતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.