બિપરજોય વાવાઝોડાંના કહેર વચ્ચે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અવિરત સેવાયજ્ઞને બિરદાવાયો મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે અવિરત સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે અત્યારે બિપરજોય વાવાઝોડાંના કહેર વચ્ચે મોરબી જીલ્લાના પ્રભાવિત વિસ્તારના સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અવિરત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરી વિવિધ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ છે. તે જગ્યાએ રૂબરૂ જઈ મોરબી જલારામ મંદિરના આગેવાનો ફુડ પેકેટ વિતરણ કરી રહ્યા છે. મોરબી મુકામે મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં યોજાઈ રહેલ આ સેવા યજ્ઞની મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર પરમારે રૂબરૂ મુલાકાત લઈ મોરબી જલારામ મંદિરની સેવાને બિરદાવી હતી. મોરબી જલારામ મંદિરના સેવા કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીતના આગેવાનો જોડાયા છે. તેમ નિર્મિત કક્કડ- પ્રમુખ જલારામ સેવા મંડળની યાદીમાં જણાવાયું છે.