10 દિવસથી પાણી ન આવતું હોવાની મહિલાઓની તંત્રને ઉગ્ર રજુઆત https://youtu.be/okm5kwg64WM મોરબી : મોરબીના વાવડી રોડની સોસાયટીમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. 10 દિવસથી પાણી ન આવતું હોવાથી આ વિસ્તારની મહિલાઓએ રોષે ભરાઇને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરીને પાણી નિયમિત આપવાની માંગ કરી હતી. મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરની પાછળ સીતારામ સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાય હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને રજુઆત કરવા મોરબી નગરપાલિકા કચેરીએ ઘસી ગયું હતું અને મહિલાઓએ તંત્ર સમક્ષ 10-10 દિવસથી સમ ખાવા પુરતુય પાણી ન આવતા ભારે હસલકી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. પાણીના ન આવતા એક બેડા પાણી માટે ભારે વલખા મારવા પડતા હોવાનું જણાવીને મહિલાઓએ તેમના વિસ્તારમાં નિયમિત પાણી આપવાની માંગ કરી હતી. આથી નગરપાલિકા તંત્રએ પાણી પ્રશ્ને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આમ છતાં પણ મહિલાઓએ હવે પછી પાણી નહિ આવે તો ફરીથી મોરચો માંડવાની ચીમકી આપી છે.