કિરણ જનરેટર એન્ડ ક્રેન દ્વારા ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યાં મોરબી : બિપરજોય વાવાઝોડાંને પગલે ગુજરાત સજ્જ બની ગયું છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સેવા માટે આગળ આવી છે ત્યારે મોરબીના ઘુંટુ ગામના કિરણ જનરેટર એન્ડ ક્રેન દ્વારા વાવાઝોડામાં જનરેટર અને ક્રેઇન સર્વિસ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી અસરગ્રસ્ત વિસ્તાર માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કિરણ જનરેટરના રણછોડભાઈ મગનભાઈ સંઘાણી તરફથી પોલીસ વિભાગને, પીજીવીસીએલને 15 જનરેટર આપવા માટે તૈયાર કરાયા છે તેમજ કિરણ ક્રેઇનના વસંતભાઈ મગનભાઈ સંઘાણી તરફથી આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તાર માટે 2 ક્રેન પણ તૈયાર રાખવામાં આવી છે. ઘુંટુ તેમજ આસપાસના લોકોને આ જનરેટર કે ક્રેનની જરૂરિયાત ઊભી થાય તો વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. વધુ વિગત માટે રણછોડભાઈ સંઘાણી - 9825043685, વસંતભાઈ સંઘાણી - 9825226685, અમૃતભાઈ સંઘાણી - 9825147685 પર સંપર્ક કરવા જણાવાયું છે.