મોરબી : સૌરાષ્ટ્ર - કચ્છમાં ત્રાટકનાર બિપરજોય વાવાઝોડુંમાં જાનમાલનું ઓછું નુકસાન થાય તે માટે તંત્ર સજ્જ બની પગલા લઈ રહ્યું છે છતાં અનેક કિસ્સામાં લોકો સ્થળાંતરણ માટે રાજી થતા ન હોય મોરબીના શાળાના આચાર્યો દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સમજૂત કરી સલામત સ્થળે ખસેડવામાં સહભાગી બન્યા હતા. મોરબી જિલ્લાના નવલખી બંદર તેમજ અનેક વિસ્તારને વાવાઝોડું અસર કરનાર હોય તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકો માટે રહેવા- જમવાની તેમજ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણી વાર આ બધી વ્યવસ્થા કરવા છતાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પોતાનું ઝુંપડાંમાથી સલામત સ્થળે જતા નથી. ત્યારે મોરબીની માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા, શૈક્ષિક મહાસંઘ-મોરબીના જિલ્લા અઘ્યક્ષ દિનેશભાઈ વડસોલા, એસ. એમ. સી. અઘ્યક્ષ કાળુભાઈ પરમારએ ઝુંપડાની રૂબરૂ મુલાકાત લઈ લોકોને સમજાવ્યા અને ઝુંપડામાંથી ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ પાસે શિફ્ટ થઈ જવા સમજુત કર્યા હતા.