મોરબી : વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ બંદરથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે. વાવાઝોડું હાલમાં દેવભૂમિ દ્વારકાથી 150, નલિયાથી 130 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. વેરાવળ, દ્વારકા અને પોરબંદરમાં 47 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યાં છે. આ વાવાઝોડાનો અમુક ભાગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને સ્પર્શી શકે તેમ હોવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.