મોરબી તાલુકા અને માળીયા પોલીસ મથકમાં વધારાનો સ્ટાફ મુકાયો,પોલીસની ચાર સંયુક્ત ટીમો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : જિલ્લા પોલીસ વડા https://fb.watch/laspFMMhXw/?mibextid=Nif5oz મોરબી : વાવાઝોડુ બિપરજોય બપોર બાદ કચ્છના જખૌ નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના વચ્ચે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારી કરી લેવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર હોવાનું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા પોલીસ મોરબી તાલુકા અને માળીયા પોલીસ મથકમાં વિશેષ સ્ટાફને તૈનાત કરી 18 મોબાઈલ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબીના દરિયાકાંઠાના વિસ્તારને લાગુ મોરબી તાલુકા અને માળીયા પોલીસ મથકમાં વધારાના સ્ટાફને નિમણુંક આપવામાં આવી છે, સાથે જ 18 મોબાઈલ ટીમ, દરિયાકાંઠા અને હાઇવે ઉપર સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત વાવાઝોડાની કટોકટીની સ્થિતિમાં રસ્તા ખુલ્લા કરવા, લોકોના આરોગ્ય, ઈલેક્ટ્રીસીટી, વૃક્ષઓ પડી જવા જેવી આફત સમયે ખાસ ચાર સંયુક્ત ટિમ બનાવવામાં આવી છે. આ ચાર સંયુક્ત પોલીસ ટીમ સાથે ક્રેઈન, એમ્બ્યુલસ ઉપરાંત આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ અને વન વિભાગની ટીમોને સાથે રાખવામાં આવી છે જે કોઈપણ સ્થિતિમાં મદદ માટે તૈયાર રહેશે. હાલમાં મોરબીના 240 પોલીસ જવાન દરિયાકાંઠ વિસ્તારમાં ફરજ ઉપર તૈનાત છે સાથે જ 1 એનડીઆરએફ અને 1 એસડીઆરએફ ટીમ સાથે અધિકારી કર્મચારીઓ સતત કોમ્યુનિકેશનમાં છે.અંતમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ વાવાઝોડાની સ્થિતિમાં સાવચેત રહી ઘરની બહાર ન નીકળવા ભાર પૂર્વક અપીલ કરી હતી.