મોરબી અપડેટના માધ્યમથી સમાચાર મળતા જ પેપર મિલ એસો.ના પ્રમુખ ટિમ સાથે જેસીબી લઈને રસ્તો ખુલ્લો કરાવવા માટે પહોંચી ગયા મોરબી : મોરબીમાં વાવાઝોડાના સંકટ સમયે તંત્ર પણ સતત વ્યસ્ત હોય એક સ્થળે વૃક્ષ પડ્યું હોવાના સમાચાર મળતા જ ઉદ્યોગપતિઓ પણ જેસીબી લઈને જાતે જ વૃક્ષ હટાવવા પહોંચી ગયા હતા અને તેઓએ મહાકાય વૃક્ષ એક તરફ ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મોરબીના લીલાપર કેનાલ રોડથી રફાળીયા જતા માર્ગ ઉપર મચ્છુ ડેમ નજીક ભારે પવનમાં એક તોતિંગ વૃક્ષ ધરાશયી થઇ માર્ગ ઉપર પડતા હાલમાં વાહન ચાલકોને વન - વે જેવો અનુભવ થઈ રહ્યો હતો. વૃક્ષ ધરાશયી થવાના કલાકો બાદ પણ રોડ ક્લિયર કરાવવામાં આવ્યો ન હતો. આ અંગેનો અહેવાલ મોરબી અપડેટમાં પબ્લિશ થયો હતો. જે ધ્યાને આવતા મોરબી પેપર મિલ એસો. ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા સહિતના ઉદ્યોગપતિઓની ટિમ જેસીબી લઈને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમે વૃક્ષને એક તરફ ખસેડી રોડને ખુલ્લો કરાવ્યો હતો.