મોરબી સીટી બી ડિવિઝને બે સ્થળે દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારીઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામાં વિહોતમાતાના મઢ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ ગોવિંદભાઇ બચુભાઇ ઓગણિયા, લીલાબેન બચુભાઇ ઓગણિયા અને હંસાબેન મનસુખભાઇ ઓગણિયાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં વિશિપરામા શક્તિ મેડિકલ પાછળની શેરીમાં દરોડો પાડી જાહેરમાં પાના ટીચી રહેલ વિપુલ હિમતભાઈ સોલંકી, જયાબેન ભરતભાઇ દેલવાણીયા અને ભાનુબેન શંકરભાઇ ઓગણિયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1070 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.