મોરબી : મોરબી લોકલ કાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમના રામભાઇ મંઢ, વિક્રમભાઇ રાઠોડને મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ખનીજ ચોરીના ગુન્હામાં ફરાર આરોપી જુના પીપળી ગામ ચામુંડાના માતાજીના મંદિર પાસે હોવાની બાતમી મળતા આરોપી હસમુખભાઇ કાનજીભાઇ પારેધી ઉ.44ને ઝડપી લઈ હળવદ પોલીસને હવાલે કરવા કાર્યવાહી કરી હતી.