અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત અને બચાવ માટે તમામ તકેદારીના પગલાં લેવા સૂચના આપી હળવદ : રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ આજે હળવદની મુલાકાત લઈ સંભવિત વાવઝોડાને પહોંચી વળતા તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી વાવઝોડાથી કોઈપણ પ્રકારની નુકશાની ન થાય તે માટે તકેદારીના તમાંમ.પગલાં ભરવાંની સૂચના આપી હતી. સંભવિત બીપરજોયના ખતરાને પગલે મોરબી જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવી રાહત અને બચાવની ઝડપી કામગીરી કરાવવા માટે મોરબી મુકામ કરનાર મંત્રી કનુભાઈ દેસાઈએ આજે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે હળવદની મુલાકાત લીધી હતી. મંત્રીએ હળવદની સરકારી હોસ્પિટલ, મામલતદાર કચેરી, લોકોનું સ્થળાંતર કરેલું હોય તે આશ્રયસ્થાન પર રાહતની કામગીરી, લોહાણા સમાજની વાડી ખાતે મુલાકાત લઈ તમામ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.તેઓએ હળવદ મામલતદાર કચેરીએ તાલુકાના તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને સંભવિત વાવઝોડાને પગલે કેવા કેવા પગલાં લેવાયા તેની સમીક્ષા કરી હતી.હળવદ તાલુકા કક્ષાએ સંભવિત વાવઝોડાને લઈને લેવાયેલા તકેદારીના પગલનું નિરીક્ષણ કર્યું હતું.સાથેસાથે તેઓએ મહત્વની સૂચનાઓ પણ આપી હતી.