મોરબી : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 16મી જૂન, 2023ના રોજ રાજકોટ થી ખુર્દા રોડ માટે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેનની વન ટ્રીપ (વન-વે) દોડાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09555 રાજકોટ-ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશિયલ (કુલ એક ટ્રીપ) દોડશે. ટ્રેન નંબર 09555 રાજકોટ – ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશિયલ તારીખ 16 જૂન, 2023 શુક્રવારે રાજકોટ થી સાંજે 6.50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે, રવિવારે સવારે 9.30 કલાકે ખુર્દા રોડ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, ન્યુ કટની, બિલાસપુર, ઝારસુગુડા રોડ અને અંગુલ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 20 કોચ હશે, જેમાં 18 કોચ સેકન્ડ સ્લીપર ક્લાસ અને 2 લગેજ વાન કમ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09555 માટે ટિકિટોનું બુકિંગ 15મી જૂન, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]