હળવદ તાલુકાના ઢવાણા ગામની ઘટના હળવદ : જર, જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું ઉક્તિ મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે ભાયુભાગની જમીન વાવવા મામલે બે ભત્રીજાઓએ કાકીનું માથું ફોડી નાખી કાકાને માર માર્યા બાદ જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા ગીતાબેન વિનોદભાઈ સાકરીયાએ તેમના સગા ભત્રીજા જગદીશ ઉર્ફે જગો લાભુભાઈ સાકરીયા અને ગુડાભાઈ પ્રવીણભાઈ સાકરીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ભાયુભાગની ખેતીની જમીન વાવવા માટે આ વખતે તેમનો વારો હોય જે બાબતે બન્નેએ તેમના પતિ વિનોદભાઈ સાથે ઝઘડો કરતા ગીતાબેન વચ્ચે પડતા બન્ને આરોપીએ લાકડાના ધોકા વડે માથું ફોડી નાખી પતિને પણ માર માર્યો હોવાનું જાહેર કરી બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસે આઇપીસી કલમ 323, 324, 504, 506(2),114 તેમજ જીપી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.