મોરબી : વર્ષ 2022-23ના લેવાયેલી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં મોરબીની સાર્થક વિદ્યા મંદિરનો ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો છે જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય. વર્ષ 2022-23માં યોજાયેલી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં 41868 સંસ્કૃત અનુરાગીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. જેમાં સામાજિકો માટે વ્યક્તિગત પરીક્ષા તેમજ સામાજિક કે શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષામાં જે સંસ્થામાં સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાંથી જે કેન્દ્રમાંથી સૌથી વધારે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હોય તેવા ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ નંબર મેળવવા સંસ્થાઓના વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે. ત્યારે આ પરીક્ષામાં મોરબીની સાર્થક વિદ્યા મંદિરનો સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ નંબર આવ્યો હોય આગામી તારીખ 19 જૂનના રોજ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવશે.