મોરબી : મોરબીમાં ખાખરા વાળી મામાદેવના સાનિધ્યમાં તા.15 જૂનને ગુરૂવારે મામાદેવનો મહાયજ્ઞ, જીણોર્દ્ધાર યજ્ઞ તેમજ મામાદેવના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્ય તરીકે જનકભાઈ પંડ્યા (જે.ટી.પંડ્યા) ઉપસ્થિત રહેશે. આ ઉત્સવમાં સવારે 9 કલાકે મામાદેવનો યજ્ઞ પ્રારંભ થશે ત્યારપછી 9.30 કલાકે ભુવાજીના સામૈયા, સવારે 10 કલાકે મામાદેવનો અભિષેક, સવારે 11 કલાકે મામાદેવના બેસણા, બપોરે 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ તેમજ સાંજે 6.30 કલાકે મામાદેવનો મહાપ્રસાદ તથા બટુક ભોજન જેવા વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાત્રે 9.30 કલાકે મામાદેવના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયરાના કલાકાર ભરતભાઈ કુંઢીયા સંગીતના તાલ સાથે વિવિધ ભજનો અને ગીતો પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમમાં કરના ભુવા રમેશભાઈ દેવજીભાઈ ઘાટીલીયા, પઢીયાર ભુવા કલાભાઈ સોમાભાઈ ઘાટીલીયા, ગુરૂભુવા હરદાસભાઈ અઘારા, ખાખરાવાળી મામાદેવના ભુવા વિપુલભાઈ, મહેશભાઈ, હેમંતભાઈ, વી. સી. પટાવાળા મામાદેવના ભુવા અજયભાઈ સહીત અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ખાખરાવાળી મામાદેવ ગૃપ-મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.