મોરબી : મોરબીમાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા વાવઝોડા સામે રક્ષણ મેળવવા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે. ત્યારે મોરબીના સોખડા ગામે ઢોલ વગાડીને ગ્રામજનોને વાવઝોડા સામે રક્ષણ મેળવવા સ્વંય સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી હતી. મોરબીમાં સંભવિત વાવઝોડાના ખતરાને પગલે તંત્ર રાહત અને બચાવની કામગીરી લાગી ગયું છે. મુખ્યમંત્રી સહિત કલેક્ટર સુધીના અધિકારીઓ વાવઝોડા સામે રક્ષણ મેળવવા સતર્ક રહેવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે મોરબીના સોખડા ગામે લોકોને અપીલ કરવામાં નવતર પ્રયોગ કરવાથી આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના સોખાડા ગામે ઢોલ વગાડીને વાવાઝોડામાં સતર્ક રહેવા માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી અને સોખાડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને તારીખ 14 અને 15 એ ઘરની બહાર ન નીકળવા તેમજ પવનમાં ઉડે તેવા પતરા હોઈ તો ઉતારી લેવા જાણ કરવામાં આવી હતી.