3.5નો આંચકો આવ્યો, કેન્દ્ર બિન્દુ ભચાઉથી 5 કિ.મી. દૂર મોરબી : બિપરજોય વાવાઝોડાની આકાશી આફત વચ્ચે કચ્છમાં જમીની આફત એટલે કે ભૂકંપનો આંચકો આવ્યો છે. ગુજરાતી જાગરણના અહેવાલ મુજબ બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો રિકટર સ્કેલ ઉપર 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 5 કિ.મી. દૂર હોવાનું જાણવા મળે છે.