પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ 35 નવા વીજપોલ ઉભા કરી નાખ્યા, બંધ ફીડરોને શરૂ કરવાની કામગીરી ચાલુ હળવદ : હળવદમાં બીપોરજોય વાવઝોડાએ પીજીવીસીએલની સેવા ખોરવી નાખી છે. બે દિવસથી ભારે પવન અને વરસાદને કારણે વિજપોલ અને વીજ વાયરને વ્યાપક નુકશાન થયું હતું. જેમાં ભારે પવનથી 60 વિજપોલ ધરાશાયી થયા છે અને 25 ફીડરો બંધ થઈ ગયા છે. જ્યારે પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ 35 નવા વિજપોલ ઉભા કરી નાખ્યા છે અને બંધ ફીડરોને શરૂ કરવાની કામગીરી ચાલુ છે. હળવદમાં વાવાઝોડાની અસરતળે બે દિવસથી ભારે પવન ફૂંકાતો હોય અને સતત વરસાદ પડતો હોવાથી પીજીવીસીએલને વાવઝોડા પહેલા ભારે નુકસાન થયું છે. જેમાં હળવદ પીજીવીસીએલ ડિવિઝન હેઠળ આવતા સરા, હળવદ શહેર અને ગ્રામ્ય, ચરડવામાં ભાટે પવનથી 60 જેટલા વિજપોલ પડી ગયા હતા અને ખેતીવાડીના 25 ફીડરો બંધ પડી ગયા છે તેમજ વીજ તાર તૂટી ગયા હતા. જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો. આથી હળવદ પીજીવીસીએલની ટિમો યુદ્ધના ધોરણે કામગીરી કરી નવા 35 જેટલા વિજપોલ ઉભા કરી દીધા છે અને ખેતીવાડીના બંધ ફીડરોને પણ ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે હવે પછી વાવાઝોડામાં વીજ પુરવઠો ખોરવાય કે વીજ પોલ પડી જાય તો તાકીદે કામગીરી કરવા પીજીવીસીએલની 20 ટિમો ખડેપગે રાખવામાં આવી છે.તેમજ 735 જેટલા નવા વિજપોલ મંગાવી લેવામાં આવ્યા છે.