અજાણી નિષ્ઠુર જનેતાએ પાપ છુપાવવા બાળકને જન્મ આપી તરછોડી દીધાની આશંકા વચ્ચે બાળકને સારવારમાં ખસેડાયું મોરબી : માળીયાના સુલતાનપુર નજીક ઘોળદ્રોઈ નદીના કાંઠે તાજું જન્મેલું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા બાળક જીવિત હોવાથી તાકીદે નજીકના પ્રાંથમીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયું છે. જો કે અજાણી નિષ્ઠુર જનેતાએ પાપ છુપાવવા બાળકને જન્મ આપી તરછોડી દીધું હોવાનું બહાર આવતા આ જનેતા પર ફિટકારની લાગણી વરસી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના સુલતાનપુર ગામ પાસે નીકળતી ઘોડાધ્રોઈ નદીના પટ્ટ નજીક આજે તરછોડી દીધેલી હાલતમાં એક તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ નવજાત શિશુ જીવિત હોવાથી ગામના અગ્રણી ભાવેશભાઈ સહિતના લોકોએ આ બાળકને સારવાર અર્થ નજીકના જેતપર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યું હતું. વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા આ બાળકને જન્મ આપીને તરછોડી દીધું હોવાનું અનુમાન છે. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.