મોરબી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન માટે આયોજિત NEET- UG નું પરિણામ જાહેર કર્યું છે. 7 મેના રોજ લેવાયેલી આ પરીક્ષા કુલ 20,87,449 ઉમેદવારોએ આપી હતી. NEET UG એટલે કે અંડરગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 7 મે, 2023 ના રોજ વિદેશના 14 શહેરો સહિત દેશના 499 શહેરોમાં સ્થિત 4,097 વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. નીટ યુજી પરીક્ષા આ વર્ષે 7મી મે 2023ના રોજ યોજાઈ હતી. પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી 4 જૂન-2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર 6 જૂન સુધી વાંધો ઉઠાવવાનો વિકલ્પ હતો. આન્સર કી ઓબ્જેક્શનના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.તમિલનાડુના પ્રબંજન જે અને આંધ્રપ્રદેશના બોરા વરુણ ચક્રવર્તીએ NEET પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે. NEET UG 2023નું પરિણામ આ રીતે જોઈ શકાશે સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો. સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ પરિણામ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. પગલું 4: પરિણામ જુઓ અને ડાઉનલોડ કરો.