વરિયા બોર્ડિંગ અને સમાજવાડી બન્ને જગ્યા લોકોને આશરો લેવા તથા ફૂડ પેકેટ તૈયાર કરવા માટે અપાશે : રાત્રે વધુ 1000 ફૂડ પેકેટ ટંકારા તાલુકા માટે તૈયાર કરાશે મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા અસરગ્રસ્તો માટે 2 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. જે આવતીકાલે જિલ્લા કલેકટર કચેરીને સોંપવામાં આવશે. આ સાથે રાત્રે વધુ 1000 ફૂડ પેકેટ ટંકારા તાલુકા માટે તૈયાર કરાશે. આ અંગે વિગતો આપતા બીપીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વરિયા પ્રજાપતિ સમાજ દરેક આપત્તિ વખતે સેવાકાર્ય માટે હંમેશા ખડેપગે રહ્યો છે. આ વખતે પણ વાવાઝોડાને પગલે સમાજ દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અઠવાડિયા સુધી ન બગડે તે પ્રકારે અહીં ફૂડ પેકેટ બનાવીને આવતીકાલે કલેકટર કચેરીને સોંપવામાં આવનાર છે. વધુમાં ટંકારા તાલુકા માટે પણ આજે રાત્રીના વધુ 1000 ફૂડ પેકેટ તૈયાર કરવામા આવશે. તેઓએ જણાવ્યું કે સમાજના આગેવાન ગોકળભાઈ, ઈશ્વરભાઈ, પ્રવીણભાઈ, મનુભાઈ, મહાદેવભાઈ, ધર્મેન્દ્રભાઈ અને હર્ષદભાઈ સહિતના આ સેવા કાર્યમાં રોકાયેલ છે. તેઓએ અંતમાં કહ્યું કે વરિયા બોર્ડિંગ અને સમાજવાડી બન્ને જગ્યા લોકોને આશરો લેવા તથા ફૂડ પેકેટ તૈયાર કરવા માટે અપાશે. કોઈ પણ સમાજને અહીં ફૂડ પેકેટ તૈયાર કરવા હશે તો અમારા સમાજના યુવાનો પણ તેઓની મદદમાં રહેશે.