વાવાઝોડાની અસરને પગલે પીજીવીસીએલને નુકસાન : 3 વીજપોલ જમીનદોસ્ત : 13 ઇન્ડસ્ટ્રીયલ, 3 અર્બન અને 1 જ્યોતિગ્રામ ફીડર બંધ મોરબી : વાવાઝોડાની અસરને પગલે મોરબી સર્કલ હેઠળના 5 ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. જેમાં 3 વીજપોલ જમીનદોસ્ત થયા છે તેમજ 13 ઇન્ડસ્ટ્રીયલ, 3 અર્બન અને 1 જ્યોતિગ્રામ ફીડર બંધ થઈ ગયા છે. પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ દ્વારા વાવાઝોડાથી થયેલ નુક્સાનીનો આજ રાત્રી સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ હાલ સૌરાષ્ટ્ર કચ્છના 563 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેમાં સૌથી વધુ ભુજના 127 પોરબંદરના 123 અને જામનગરના 108 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 778 વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે. સાથે 16 ઇન્ડસ્ટ્રીયલ, 9 અર્બન અને 129 જ્યોતિગ્રામ અને 1433 એગ્રીકલ્ચર મળી કૂલ 1587 ફીડર બંધ થઈ ગયા છે. જેમાં મોરબી સર્કલ હેઠળના વિસ્તારોમાં આવતા 5 ગામડામાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. આ સાથે 3 વીજપોલ ડેમેજ થયા છે. જ્યારે 13 ઇન્ડસ્ટ્રીયલ, 3 અર્બન અને 1 જ્યોતિગ્રામ ફીડર ફોલ્ટના લીધે બંધ થઈ ગયો છે. હાલ પીજીવીસીએલની ટિમો યુદ્ધના ધોરણે આ સમારકામ કરી રહી છે.