મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજપર ચોકડી નજીક યુવાનને એક્સેસ મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા ઝડપી લેવાની સાથે બીજા દરોડામાં કાલિકા પ્લોટમાં મહિલાના કબ્જામાંથી દેશી દારૂ કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં રાજપર ચોકડી નજીક એક્સેસ મોટર સાયકલમાં 9 લીટર દેશી દારૂ લઈને નીકળેલા મુકેશસિંહ ઉર્ફે ભાણુભા ભીખુભા જાડેજાને ઝડપી લઇ એક્સેસ તેમજ બે મોબાઈલ સહિત 26,180નો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂ આપનાર મહિપાલસિંહ ઘનુભા જાડેજાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે કાલિકા પ્લોટમાંથી ઇલાબા યુવરાજસિંહ જાડેજા નામના મહિલાને 50 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1000નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ આપી જનાર સાજીદ ઉર્ફે ઇમરાન દોસમામદ જામને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.