મોરબી : મોરબી માળીયામાં આજે વાવઝોડાની અસરરૂપે પવનની ગતિ ખુબ જ વધી ગઈ છે. અતિશય ભારે પવન ફૂંકાતા આજે મોરબી સિવિલ હોસ્પિટલ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. જો કે સદભાગ્યે જાનહાની થઈ નથી. હજુ પણ ભારે પવન ફૂંકાતો હોય વધુ નુકશાની થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખૂબ જ તેજ પવન ફૂંકાતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને ભારે પવનથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.