મંત્રી સાથેની બેઠકમાં ઉધોગોમાં ત્રણ દિવસ ડિસ્પેચ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય, દરિયાકાંઠાના 700 જેટલા અસરગ્રસ્તોનું સ્થળાંતર, સ્કૂલો બે દિવસ બંધ, મોરબી : બીપોરજોય વાવઝોડાની સંભવિત અસરને લઈને પરિસ્થિતિનો તાગ મેળવવા મોરબી આવેલા મંત્રી કનુંભાઈ દેસાઈએ પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ તેમજ જુદાજુદા વિવિધ સંગઠનો અને ઉધોગો સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં બધાએ વાવઝોડાને પહોંચી વળવા શક્ય હોય એટલી તમમાં મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી અને મંત્રીએ કહ્યું હતું કે ભારે વરસાદ અને વાવઝોડું ત્રાટકે તો તેને પહોંચી વળવા તંત્ર, ઉધોગો, સંસ્થા અને તમામ સંગઠનો સજ્જ છે. મંત્રી કનુભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઔધોગિક શહેર મોરબી શહેર સહિત જિલ્લામાં વાવઝોડું અને ભારે વરસાદ ત્રાટકવાની ભીતિ છે. ભૂતકાળમાં અનુભવો જોતા આ પરિસ્થિતિને પહોંચી વળવવા કેવા કેવા પગલાં લેવા તે માટે સ્થાનિક તમામ તંત્ર કલેક્ટર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને દરેક ઉધોગો તેમજ સંસ્થાઓ અને વિવિધ સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં તમામે એકીસુરે આ કુદરતી આપતી સામે રક્ષણ મેળવવા તમામ રીતે તૈયાર હોવાની ખાતરી આપી છે.આ પરિસ્થિતિ સામે કેવી રીતે પહોંચી વળવું તેબુ તબબકાવાર પ્લાનિંગ થઈ રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, તમામ ઉધોગો સાથેની બેઠકમાં ઉધોગકારોએ પણ પોતાનાથી બનતી મદદ કરવા અને સંભવિત વાવઝોડામાં નુકશાની તેમજ જાનહાની અટકાવી શકાય તે માટે ઉધોગોમાં ત્રણ દિવસ ડિસપેચ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે. મોરબી માળીયાના દરિયા કિનારે વધુ ખતરો હોવાથી માળીયાના દરિયા કિનારના માછીમારો, અગરિયા મળીને અત્યાર સુધીમાં 700 લોકોનું સ્થળાંતર કર્યું છે. વધુ વરસાદ પડે તો માળીયામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ તેમ હોય તેને પણ પહોંચી વળવાના પગલાં લેવાયા છે અને રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ આવતીકાલથી સ્કૂલો બે દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. તેમજ રાહત અને બચાવ કાર્ય માટે વિવિધ સંસ્થાઓ અને વિવિધ સંગઠનો તૈયાર છે જો કે હાલ તેજ પવન વચ્ચે પણ મોરબી જિલ્લામાં પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે તેમ તેમણે જણાવ્યું હતું.