મોરબી : સૌરાષ્ટ્ર કચ્છમાં બિપરજોય વાવાઝોડાની આગાહી હોય, તા.13થી 15 સુધી ભારે પવન ફૂંકાવવાની તેમજ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. જેને કારણે વકીલ તેમજ પક્ષકારો કે સાક્ષીઓ કોર્ટમાં હાજર ન રહી શકે તેવા સંજોગોમાં જે તે સ્ટેજ હોય તે જાળવી રાખવા મોરબી બાર એસો. દ્વારા ઠરાવ કરીને ન્યાયાધીશોને અરજી કરવામાં આવી છે.