રજીસ્ટર્ડ ૧૨૩ બોટના ૮૩૦ માછીમારોની બોટ કિનારે સલામત રિતે લાંગરી દેવામાં આવી છે : આપત્તિ સમયે કામ માટે ૨૫ ડમ્પર અને ૫ જે.સી.બી. તૈયાર રખાયા મોરબી : મોરબી સિવિલમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટની 4 ટિમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવાની છે. બીજી તરફ રજીસ્ટર્ડ ૧૨૩ બોટના ૮૩૦ માછીમારોની બોટ કિનારે સલામત રિતે લાંગરી દેવામાં આવી છે. તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું છે. મોરબી : બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. જે અનુસંધાને મોરબીની વાત કરીએ તો મોરબીના ૬ અને માળિયાના ૭ ગામો કે દરિયા કિનારાની નજીક આવેલા છે, ત્યાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં ૦ થી ૧ કિલોમીટરના વિસ્તારમાં ઝુમાવાડી વિસ્તાર આવે છે. જ્યાં ૨૫૦ જેટલા માછીમારોના પરિવારના ૮૫૦ જેટલા લોકો રહેતા હતાં. ગઈકાલે જ તેમનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. હવે માત્ર ૨૦-૨૫ લોકો અને નાનો મોટો સામાન જ ત્યાં છે જેનું પણ કાલ સવાર સુધીમાં સ્થળાંતર કરી દેવામાં આવશે. જે માટે વહીવટી તંત્ર અને અન્ય ઉદ્યોગો તથા સંસ્થાઓ દ્વારા વિવિધ વાહનોની સુવિધા ઊભી કરી છે. જે થકી તેમના સામાન અને પશુઓનું પણ સ્થાળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર પામેલા લોકો માટે નજીકના ગામોમાં પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે. હાલ આવા ૧૯ આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે રજીસ્ટર્ડ ૧૨૩ બોટના ૮૩૦ માછીમારોની બોટ કિનારે સલામત લાંગરી દેવામાં આવી છે અને માછીમારોનું નજીકના ગામોમાં કે આશ્રયસ્થાનો પર સ્થાળાંતર કરવામાં આવ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ૪ ડોકટરની ઉપલબ્ધ રહેશે તથા સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમનો મોબાઈલ નંબર ૯૯૯૮૬૬૦૨૦૬ પણ શરૂ કરાયો છે. તેઓએ ઉમેર્યું કે ઈમરજન્સી સમયમાં તાત્કાલિક શિફ્ટ કરી શકાય તે રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટે જિલ્લામાં ઉપલબ્ધ જે.સી.બી.અને ડમ્પરમાંથી ઓપરેટર સાથે ૨૫ ડમ્પર અને ૫ જે.સી.બી. તૈયાર રાખવામાં આવ્યા છે. https://youtu.be/_YGLxizs1ro https://youtu.be/qeAfyJ4sigw https://youtu.be/lSTa00P5n_8