ટંકારા : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં 5 અને 6 ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જબલપુર પ્રાથમિક શાળાના ધોરણ 5ના 16 વિદ્યાર્થીઓ અને ધોરણ 6ના 17 વિદ્યાર્થીઓ મળી કુલ 33 વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રેન્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધાર્યું છે. જબલપુર શાળાના વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા છે.