તમામ વિભાગોના કર્મચારીઓને સ્ટેન્ડબાય કરાયા : હોસ્પિટલ, રહેણાક, વીજપુરવઠો સહિતની બાબતોને આવરી લેવાઈ ટંકારા : હવામાન વિભાગ દ્વારા તા.11 થી તા.16 જૂન દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી કરી છે ત્યારે વાવાઝોડા સંદર્ભે ટંકારા ખાતે તાલુકા કક્ષાનું ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે. ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયાની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર.હેરભા સહિતના કર્મચારીઓ વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે જણાવ્યું છે. ટંકારા તાલુકા ખાતે વાવાઝોડા સંદર્ભે પીજીવિસીએલની ચાર ટીમ, ફોરેસ્ટની એક ટીમ સાધનો સાથે આરએન્ડબીની એક ટીમ ઉપરાંત એનજીઓને તૈયાર રાખી હોસ્પિટલમાં પુરતો દવાનો જથ્થો ઉપલબ્ધ કરવાયો છે. પુરવઠા વિભાગને કાચ્ચો જથ્થો ઉપરાંત પોલીસ વિભાગ, ગામના તરવૈયા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કલાક કાર્યરત કરી કંટ્રોલરૂમના મોબાઈલ નંબર 7802922924 જાહેર કરી ઇમરજન્સી સમયે લોકોને ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.