અન્ય જિલ્લાઓમાં ત્રણ દિવસને બદલે બે જ દિવસ શાળા પ્રવેશોત્સવ મોરબી : રાજ્યમાં બીપરજોય વાવાઝોડાનો ખતરો જોતા ગુજરાત સરકારે મોરબી સહિત દરિયાકાંઠાના છ જિલ્લામાં પ્રવેશોત્સવ મોકૂફ રાખવા નિર્ણય લઈ અન્ય જિલ્લાઓમાં પણ ત્રણ ને બદલે બે દિવસ જ શાળા પ્રવેશોત્સવ ઉજવવા નક્કી કર્યું છે. મોરબી માહિતિ ખાતાની સતાવાર યાદી મુજબ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના મોરબી દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસે યોજવા નક્કી કર્યું હોવાનું જણાવાયું છે.