મોરબી : હાલ ભારે પવનને કારણે તકેદારીના ભાગરૂપે વીજ લાઇનની બાજુમાં કે નીચે ન ઉભું રહેવા PGVCL દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી છે. PGVCLનીમોરબી વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર દ્વારા જણાવાયું છે કે તા.14 સુધી બિપરજોય વાવાઝોડાની સંભવત અસરને પગલે તકેદારીના ભાગરૂપે વીજ લાઈનની બાજુમાં કે નીચે ઉભું ન રહેવું. કોઈ પણ પ્રકારની હાનિ થાય તો તાત્કાલિક ફોલ્ટ ઓફિસને જાણ કરવી તેમજ વીજ પુરવઠો બંધ થાય તો કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. પીજીવીસીએલની ટિમ ફોલ્ટ નિવારવા સતત સજ્જ છે.