આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર 02822- 243300 પર જાણ કરવી મોરબી : બીપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ કર્યો છે. મોરબી જિલ્લાના અધિક નિવાસી કલેકટરના જણાવ્યા મુજબ હવામાન ખાતા તરફથી તા.11જૂનથી તા.16જૂન દરમિયાન જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. જેથી તકેદારીના ભાગરૂપે દરીયાઇ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારની નજીક રહેતાં, વસતાં લોકોને સાવચેત કરવા તથા અસરગ્રસ્ત લોકોની સાથે સતત સંપર્કમાં રહી જરૂર જણાય તો સ્થળાંતર કરવા સુચના આપવામાં આવી છે. જેથી તમામ અધિકારી, કર્મચારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં સાવચેતીનાં પગલાં લેવા અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેસૂલી તલાટીઓ, તથા તલાટી કમ મંત્રીઓ(પંચાયત) તેઓના હેડકવાર્ટર ખાતે ફરજિયાત હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર 02822 - 243300 ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં ઉકત સુચનાનું પાલન ન કરનાર અધિકારી, કર્મચારીઓ સામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૩ની કલમ ૩૮(૧) મુખ્ય કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવશે. જેની તમામ અધિકારી, કર્મચારીએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે.