મોરબી : બિપોરજોય વાવાઝોડું આક્રમક બનીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું દ્વારકા અને પોરબંદર સહિતના ગુજરાતના દરિયા કાંઠાને ઘમરોળે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે દ્વારકા જગતમંદિરે ધ્વજાજીને અડધી કાઠીએ રાખવામાં આવ્યા હતા. દ્વારકા જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરુપે મંદિર પર આજે અડધી કાઠીએ ધ્વજાજી ચડાવવામાં આવ્યા હતા. દ્વારકા મંદિર ખાતે દરરોજ શિખર ઉપર 5 વખત 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે પરંતુ કોઈ દુર્ઘટના અથવા હોનારતના સમયે ધ્વજાજીને અડધી કાઠીએ રાખવાનો રિવાજ છે. બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતાને જોતા દ્વારકાધીશ મંદિર વહીવટી તંત્ર દ્વારા અડધી કાઠીએ ધ્વજાજી રાખવામા આવ્યા હતા.