સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોને મહત્વની સૂચના અપાઈ મોરબી : સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં જણસીઓ વેચવા આવતા ખેડૂતોને મહત્વની સૂચના અપાઈ છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માલ ઢાકીને લઈ આવવાની તાકીદ કરાઈ છે. હવામાન ખાતાની વાવાઝોડા તથા વધુ વરસાદની આગાહી હોય જેને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઇઓએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવે છે તેમજ વેપારીભાઈઓએ પોતાનો માલ રોડ પરથી પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ લઇ લેવા ખાસ ભલામણ કરવામાં આવે છે. ખેતપેદાશના માલનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા આપણાં સૌની જવાબદારી હોય છે. તો આ સચનાનો ખાસ અમલ કરવા દરેક વેપારી ભાઇઓ તથા જ.ક.એજન્ટબાઇઓને ખાસ સુચના આપવામાં આવે છે. તેવું ઇન્ચાર્જ સેક્રેટરી (ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મોરબી)એ જણાવ્યું છે.