મોરબીઃ ગત મહિને ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થિનીઓએ કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસ વિના જાત-મહેનતથી આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ધોરણ 10નું શાળાનું 81.64 ટકા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.36 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શાળાની વિદ્યાર્થિની ચૌહાણ અપેક્ષા, પંડ્યા ખુશી, ચાવડા ખુશ્બુ, હડીયલ કાજલ અને ચૌહાણ પુનમે A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ 10માં માણેક તાનિયા, દેત્રોજા પલક અને ચાવડા ઉર્વશીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાની વિદ્યાર્થિનીઓની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્ર્યંબકભાઈ ફેફર, પૂર્વ ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કેમ્પસ ડાયરેક્ટર રમેશભાઈ મેરજા, શાળાના આચાર્યા પારૂલબેન હિરપરાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.