મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાની બિલિયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાના ૨૫ વિદ્યાર્થીઓએ આપી હતી. જે પૈકી ૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ધોરણ-૫ના વિષય શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા.