લાંબા સમયથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હોવા છતાં રેલવે બાબુઓ બેખબર મોરબી : મોરબીના ઉમિયા સર્કલ ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકતો રાખી રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો કિસ્સો તાજો જ છે ત્યાં મોરબીના રેલવે સ્ટેશને લાંબા સમયથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હોવાનું અને રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. મોરબી રેલવે સ્ટેશન ખાતે રેલવે બાબુઓની ઘોર લાપરવાહીને કારણે લાંબા સમયથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લઈ રેલવે તંત્રની પોલ છતી કરી છે, નિયમ મુજબ ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો ન હોવા છતાં રેલવેના બાબુઓ આ દિશામાં કોઈ પગલાં ન ભરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.