મોરબી : આજ રોજ તારીખ 10 જૂન ને શનિવારના રોજ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં 150 ડ્રાઈવર ભાઈઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં કલર વિઝન, એચઆઈવી ટેસ્ટ, ઓડિયોમેટ્રી, સુગર ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, ઉંચાઈ, વજન વગેરે જનરલ મેડિકલ ચેકઅપ કરાયું હતું.