મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે દાનના સંકલ્પને પરિપૂર્ણ કર્યો મોરબી : મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળ દ્વારા અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને સગાઓ માટે ચાલતી ફ્રી ટિફિન સેવામાં બે લાખ રૂપિયાનું આર્થિક યોગદાન આપ્યું છે. છેલ્લા 10 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે બજરંગ ધૂન મંડળની ટીમ ભજન-ધૂન કરવા માટે વિવિધ જગ્યાએ જતી હોય છે. ત્યારે આ ધૂન મંડળના સભ્યોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદવાદ સિવિલ હોસ્પિટલની ફ્રિ ટિફિન સેવાની વાત કરી હતી. ત્યારે બજરંગ ધૂન મંડળના સભ્યોએ સંકલ્પ કર્યો હતો કે, ધૂન મંડળમાં જે પણ કંઈ આવક થશે તે સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટની આ ફ્રી ટિફિન સેવામાં અર્પણ કરી દઈશું. ત્યારે આ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં એકઠા થયેલા 1 લાખ 95 હજાર રૂપિયાનું દાન ફ્રી ટિફિન સેવામાં અર્પણ કરી દીધું હતું. નોંધનીય છે કે, નારણકા ગામના બજરંગ ધૂન મંડળમાં કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભા, મેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઈ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના લોકો જોડાયેલા છે.