મોરબી : હેપી ફેમિલી ફાઉન્ડેશન દ્વારા આજે રોજ ૩૦ કિલો પવા બટેકા બનાવીને જરૂરિયાત મંદ વિસ્તારોમાં પહોચાડ્યા હતા. હેપી ફેમિલી ફાઉન્ડેશન એક યુવા લોકોની ટીમ છે કે જે જરૂરિયાત મંદ લોકોને મદદ કરે છે. હેપી ફેમિલી ફાઉન્ડેશન ટીમમાં ૧૫ જેટલા સભ્ય છે. આ ટીમમાં જોડાવા અથવા સેવા પેટે ફાળો આપવો હોય તો મો.નં. ૯૯૦૯૧૭૮૪૮૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.