મોરબી : મોરબીના ટીમ્બડી પાટીયે બાઈક સવાર બબ્બે યુવાનનો ભોગ લઈ નાસી છૂટનાર ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ગત તા.7ના રોજ મોડીરાત્રે જીજે - 12 - BT - 7794 નંબરના ડમ્પર ચાલકે જુના ઘુટુ રોડ ઉપર રહેતા દિનેશભાઇ માનસંગભાઈ સનુરાના પુત્ર સંજય અને તેના મિત્ર મુનેશને રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામા આવ્યો છે.