ટંકારા : ટંકારા તાલુકાના સાવડી નજીક આવેલા અરણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કિશોર મહારાજ કૈલાશવાસી થયા છે. તેઓના આજે બપોરે 12:30 વાગ્યે અંત્યેષ્ઠી સંસ્કાર થશે. પાર્થિવ દેહને 11 વાગ્યે નગરની પ્રદક્ષિણા બાદ સાવડી ગામના ઝાપે મઢુલી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ઈશ્વરની ભક્તિમાં તરબોળ રહી આવેલાને આવકાર ને આશ્રય આપી આનંદ સ્વભાવમાં સાદગી સભર જીવન વ્યતીત કરતા ટંકારા તાલુકાના અરણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કિશોર મહારાજનો પાર્થિવ દેહગત રાત્રે પંચમહાભુતમા વિલય થયો હતો. સાવડી, નેસડા, જોધપર ઝાલા, સરાયા સહિતના ટંકારા પંથકના હજારો લોકોના શ્રદ્ધેય અરણેશ્વર મહાદેવ મંદિરે નાની વયેથી સેવાનો ભેખ ધારણ કરી અલખ જગાવ્યો હતો. નાના મોટા ધાર્મિક કે સામાજિક પ્રસંગે અરણેશ્વરનું આંગણુ આગમનની રાહ જોવે એવા પંથકના માનીતા પૂજારીના દુઃખદ અવસાનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી છે. સદગતની અંતિમ યાત્રા આજે 8 જૂન ને ગુરૂવારે બપોરે 12:30 વાગ્યે સાવડી મુકામે રાખવામાં આવી છે. એ પહેલા 11:00 વાગ્યે પાર્થિવ દેહને નગરમાં પ્રદિક્ષિણા કરી ગામના ઝાપે મઢુલી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.