એસઓજી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર હોટલ ફર્ન નજીકથી એસઓજી પોલીસ ટીમે મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ મોરબી રહેતા યુવાનને પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મોરબી કંડલા હાઇવે ઉપર હોટલ ફર્ન નજીકથી મહેસાણા જિલ્લાના વતની અને હાલ મોરબી જનકપુરી સોસાયટીમાં રહેતા અમિતસિંહ જીતુભા રાજપૂત ઉ.37ને પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 10,200નો મુદ્દામાલ કબ્જે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.