મોરબી : રાજયમાં ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અંતર્ગત રાજ્યના સફાઇ કામદારો તથા તેઓના આશ્રિતો માટે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે છે. આ યોજના અંતર્ગત સફાઇ કામદાર અને તેમના આશ્રિતોને રૂ. ૧,૨૦,૦૦૦/-ની નાણાકીય સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેવા અરજદારોને https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે તેમજ પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોને માત્ર ઓનલાઇન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા સેવા સદન નં. ૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા મેનેજર ડી. એમ. સાપરીયાએ જણાવ્યું છે.