મોરબીઃ મોરબી રાજપુત કરણી સેનાની ટીમ દ્વારા અનેક સમાજલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરીને ધ્યાને રાખીને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજપુત કરણી સેનાની ટીમની આજે મુલાકાત લીધી હતી. મોરબી સર્કિટ હાઉસ ખાતે કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છા મુલાકાત માટે રાજપુત કરણી સેનાની ટીમને આમંત્રણ પાઠવ્યું હતું. આ તકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નવનિયુક્ત મોરબી ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ બારિયા અને મોરબી રાજપુત સમાજના જાણીતા ઉદ્યોગપતિ તેમજ મોરબી જિલ્લાના ભાજપ મહામંત્રી જયુભા જાડેજા (ઇન્દ્રોદય) તેમજ તમામ ઉચ્ચ હોદ્દેદારોએ રાજપૂત કરણી સેના મોરબીની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સંપુર્ણ ભાજપ ટીમ દ્વારા રાજપુત કરણી સેના મોરબી ટીમને કામગીરી બદલ બિરદાવામાં આવી હતી.