મોરબી : 'હરિયાળું મોરબી' કાર્યક્રમ અંતર્ગત ' લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી બરવાળા હાઇસ્કૂલ કેમ્પસમાં કરવામાં આવી હતી. જયંતીભાઈ જેરાજભાઇ પટેલના પ્રમુખ સ્થાને વૃક્ષારોપણ કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા, ખજાનચી ટી.સી.ફુલતરીયા, તેમજ લાયન્સ મેમ્બરો અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ હાજર રહી સ્કૂલના બાળકોને પર્યાવરણ જાણવણી અને તેના લાભા લાભ અંગે માહિતી આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સ્કૂલના બાળકો અને શિક્ષકોએ હર્ષભેર ભાગ લઈને દરેક વિદ્યાર્થી દ્વારા એક એક વૃક્ષ દત્તક લઈને ઉછેરવાની જવાબદારીનાં સપથ લઈને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બરવાળા હાઇસ્કૂલના આચાર્ય ઝાલરિયા, તમામ સ્ટાફગણ, બરવાળા હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રાણજીવન કાલરિયા, શિવાભાઇ ડાંગર, આયોજક લાયન્સ ક્લબ મોરબી સિટીના હોદ્દેદારો તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમજ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો ડૉ. મનુભાઈ કૈલા, જીલેશભાઈ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, રાજભાઈ પરમાર, દાજીભાઈ, કિરતસિંહ ઝાલા, ખોડાલાલ સદાતિયા, હસમુખભાઈ વગેરે હાજર રહ્યા હતા અને બાળકોને પર્યાવરણ બાબતે માર્ગદર્શન આપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.