મોરબી : અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ અત્યંત ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને કાલ સુધીમાં સાયકલોનમાં પરિવર્તીત થઈ જવાની સંભાવના છે. અગમચેતીના ભાગ રૂપે નવલખી સહિત રાજ્યના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ લોપ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ રહી છે અને આ સિસ્ટમ વારંવાર દિશા બદલી રહી છે. સૌ પ્રથમ ગુજરાત તરફ દિશા હતી બાદમાં પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની દિશા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા સીસ્ટમ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. હાલમાં આગમચેતીનાં ભાગરૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડુ આકાર લીધા પછી ફંટાઈ તો પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વતાઓછા પ્રમાણમાં અસર થઈ શકે છે.માછીમારોને દરીયામાં નહી જવા તાકીદ કરવામાં આવી છે. હાલમાં મોરબી જિલ્લાના નવલખી સહિત રાજ્યના બંદરો પર એક નંબરનું ચેતવણીજનક સિગ્નલ ચડાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વાવાઝોડા વિશે ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમામ વહીવટીતંત્રને એલર્ટ રાખવામાં આવ્યુ છે.