મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં સર્વરના ધાંધિયા થઈ રહ્યા છે. તેથી લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ જૂની એસપી કચેરી અને શહેર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના જન સુવિધા કેન્દ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન થઈ ગયું છે. સર્વર ડાઉન થતા લોકોના કામો ઠપ્પ થઈ ગયા છે. લોકોને ત્રણ ચાર ધક્કા ખાવા છતાં કામો થતા નથી. એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે નાયબ મામલતદાર શ્રધ્ધાબેને જણાવ્યું હતું કે, ગત તા.30/31ની વચ્ચે વીજલાઈનમાં ભડાકા થતા ઘણા બધા સર્વર બંધ થઈ ગયા છે અને પીસી પણ બંધ થઈ ગયા તેમજ વાયરીગ પણ બળી ગયું છે.આ બે ત્રણ દિવસમાં રીપેર થઈ ગયું પણ સર્વર રીપેર થયું નથી. એટલે આ સમસ્યા ઉદભવી છે અને હવે ગાંધીનગરથી ટિમ આવશે એટલે એક બે દિવસમાં સર્વર પૂર્વવર્ત થઈ જશે.