વિદ્યાર્થીના પિતાએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી એડમિશન ફી પરત અપાવવાની માંગ કરી મોરબી : મોરબીની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને ઉઠાડીને બીજી સ્કૂલમાં દાખલ કર્યો હોય પણ એ પહેલાં એડમીશન ફી ભરેલી હોય અને ફી રિફંડેબલ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ ફી પરત આપતું ન હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીના પિતાએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી એડમિશન ફી પરત અપાવવાની માંગ કરી છે. મોરબીમાં રહેતા ભાવિકકુમાર કાવરે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે તેમનો પુત્ર નામે હર્ષિલ ભાવિકકુમાર કાવર નેસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને તેમના પુત્ર હર્ષિલના એકમીશન સમયે એડમીશન ફી રૂ.પાંચ હજાર ડીપોઝીટ પેટે લીધેલ હતી. તેની પહોંચ પણ આ સાથે રજુ છે જેમાં એડમીશન ફી (રીફંડેબલ) લખેલ છે. હાલ તેમના પુત્ર હર્ષિલને બીજી સ્કુલમાં એડમીશન લીધેલ છે. જેથી તેઓને નૈસ્ટ સ્કૂલમાં ભરેલ એક્ઝીશન ફી પાંચ હજાર રૂપિયા પરત મળવા પાત્ર છે તે વાત નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કમિટીને કરેલ તો નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કમિટી મેમ્બરે તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીને કહેલ કે તમારે જે કરવુ હોય તે કરી અને જયાં ફરીયાદ કરવી હોય ત્યાં ફરીયાદ કરો ફી પરત આપવી નથી. નેસ્ટ સ્કુલમાં તેમના પુત્રના એડમીશન લેતી વખતે તેની એડમીશન ફીની પહોંચમાં એકમીશન ફી રીફંડેબલ લખેલ છે. જે તેમને પરત મળવા પાત્ર થતી હોય તેમ છતાં નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કનિટી મેમ્બરો પોતાની મનમાની ચલાવી તેઓને એડમીશન ફી પરત આપતા નથી.આથી આ સ્કૂલ સામે યોગ્ય પગલાં લઈ ફી પરત અપાવવાની માંગ કરી છે.