મોરબી : હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે તે મુજબ આજે સવારથી મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી મોરબી શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે જુના મોરબીમા ઝરમર - ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવતા લોકો અચંબિત બન્યા હતા.